Satya Tv News

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીના જન્મદિવસ પર પત્ર લખીને તેમને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ પત્રમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનનો ઉલ્લેખ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષના પત્રનો જવાબ આપ્યો છે.

https://x.com/ANI/status/1836616452356608373?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1836616452356608373%7Ctwgr%5E3f0a53a253506d8233580ac812a7ba91de006177%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Fnews%2Findia%2Fjp-nadda-replied-to-kharge-after-rahul-gandhi-threat-bjp-leader

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને લઇને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જવાબ આપ્યો છે. જેપી નડ્ડાએ લખ્યુ, આદરણીય ખડગેજી, તમે રાજકીય મજબૂરીવશ જનતા દ્વારા વારંવાર નકારવામાં આવેલી પોતાની ફેલ પ્રોડક્ટને ફરી એક વખત પોલિશ કરી બજારમાં ઉતારવાના પ્રયાસમાં જે પત્ર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે, તે પત્રને વાંચીને મને લાગ્યુ કે તમારા દ્વારા કહેવામાં આવેલી વાતો સત્યથી ઘણી દૂર છે.’

error: