Satya Tv News

BSNL દ્વારા સમયાંતરે નવા નિર્ણયો લેવામાં આવે છે. સરકારી કંપનીએ યુઝર્સ માટે ઝડપી ઈન્ટરનેટ સેવાની પણ વ્યવસ્થા કરી છે. તાજેતરમાં, Jio, Airtel અને Vodafone દ્વારા પ્લાનની કિંમતોમાં જોરદાર વધારો કરવામાં આવ્યો હતો, જેના પછી લાખો વપરાશકર્તાઓ BSNL પર તેમના નંબર પોર્ટ કર્યા છે. ત્યારે BSNL પણ તેના ગ્રાહકોને એકથી એક ચડિયાતા પ્લાન ઓફર કરી રહ્યું છે તેવો એક પ્લાન BSNL ફરી લઈને આવ્યું છે.

BSNLના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આમાં લોકોને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS આપવામાં આવે છે. મોટી વાત એ છે કે આ પ્લાન હેઠળ યુઝર્સને દરરોજ 3GB ડેટા મળે છે. જો આ રીતે જોવામાં આવે તો યુઝર્સને દરરોજ 7.13 રૂપિયાનો ખર્ચ થાય છે. આમ 84 દિવસની વેલિડિટી સાથે આ પ્લાન તમને માત્ર રુ. 599માં મળી રહ્યો છે આવી સ્થિતિમાં કહી શકાય કે આ પ્લાન ઘણો સસ્તો સાબિત થઈ શકે છે.

error: