Satya Tv News

ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. જીવનજરૂરી વસ્તુના ભાવ વધવાને કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો લીલા મરચાનો ભાવ 100થી 120 રૂપિયા કિલો પહોંચી ગયો છે. લસણ તો 400 રૂપિયા કિલો મળી રહ્યું છે. આદુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ સિવાય ગુવાર 80-100 રૂપિયા, કંડોળા 140-160 રૂપિયા, ફણસી 140-160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી છે. ધાણાનો ભાવ 240થી 260 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ચોળી અને ટિંડોળાનો ભાવ 100 રૂપિયા ઉપર પહોંચી ગયો છે. ફ્લાવરે પણ સદી ફટકારી દીધી છે. ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીનો ભાવ 60 રૂપિયા થઈ ગયો છે. આ સિવાય ભીંડો, ટામેટા, બટાટા સહિત અનેક વસ્તુઓના ભાવમાં ખુબ વધારો થયો છે.

error: