આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારો આવનાર છે. ત્યારે અચાનક જ આયાત ડ્યુટીમાં વધારો થતા કપાસીયા તેમજ પામોલીન તેલનાં ભાવમાં વધારો થવા પામ્યો છે. તેલનાં ભાવમાં વધારો થતા ગૃહીણીઓનાં બજેટ પર પણ અસર થવા પામશે.કપાસિયા અને પામોલીન તેલમાં રૂપિયા 50 નો વધારો થયો છે.સન ફ્લાવર, તેલ, મકાઈ અને સરસવ તેલમાં પણ 50 નો વધારો થયો હતો.કપાસિયા તેલનો ડબ્બો 2080 થી વધીને 2130 થયો છે. પામોલીન તેલનો ડબ્બો 1885 થી વધીને 1935 થયો છે.