Satya Tv News

દાહોદમાં ત્રણ દિવસ પહેલાં વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ચોકાવનારો ખુલાસો થયો હતો. 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો. આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ક્રુરતાપૂર્વક માસૂમની હત્યા કરી હતી. જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકી દીધી હતી. પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આવો જાણીએ, કેવી રીતે ત્રણ દિવસ આચાર્યએ પોલીસ સામે ખેલ કર્યા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટેક્નોલોજીની મદદથી કેવી રીતે હત્યારા ગોવિંદ નટનાં કરતૂતનો ભાંડો ફૂટ્યો….

6 વાગ્યા સુધી બાળકી ઘરે ન આવતા શંકા ગઈ ત્રણ દિવસ પહેલાં સીંગવડના પીપળિયા ગામે આવેલી તોયણી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ 19 તારીખે સાંજના 6 વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવી મોતને ઘાટ ઉતારાઈ હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો.

error: