Satya Tv News

અંકલેશ્વરના એક ગામ માં માત્ર 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.પોલીસે આ મામલે નારાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વરના એક ગામ માં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી.બાળકીની પાડોશમાં જ રહેતો 30 વર્ષીય દિપક લાલબાબુ સિંગ બાળકીને વેફર અપાવવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બનાવ અંગે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 10 જ મહિનાની બાળકી સાથે શારીરીક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: