Satya Tv News

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 204 રૂપિયા ઉછળીને 74,671 રૂપિયાના સ્તરે પહોંચ્યું. જે કાલે 74,467 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 187 રૂપિયા ચડીને 68,399 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 68212 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી પણ આજે તેજીમાં જોવા મળી છે. 312 રૂપિયા ઉછળીને ચાંદી આજે 88,068 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી જે કાલે 87,756 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. ભારતીય વાયદા બજાર (MCX) પર સોનું આજે 200 રૂપિયાથી વધુ તેજીમાં જોવા મળ્યું અને ચાંદી 700 રૂપિયાથી વધુ ચડેલી જોવા મળી.

Created with Snap
error: