મહિલા પંચમહાલમાં કોઈ પ્રસંગમાં ગઈ હતી. ત્યારે 22 સપ્ટેમ્બરની રાત્રે મહિલાને એકલી જોતા નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી 12 દિવસ બાદ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના કાર્યકરે દુષ્કર્મ આચરી અને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આકાશ ગોહિલ નામનો નરાધમ ફરાર થઈ ગયો હતો. જેના વિરુદ્ધ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આશરે 12 દિવસ પછી નંદેસરી પોલીસે બાતમીના આધારે આરોપી આકાશ ગોહિલને ઝડપી પાડ્યો હતો. આરોપી પંચમહાલના બાકરોલ ગામમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાકરોલ દરોડા પાડ્યા તે સમય ફરી આરોપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે આ નરાધમને દબોચ્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આરોપીના વડોદરાના સાંસદ અને પૂર્વ સાંસદ સાથે નજીકના સબંધ હોવાનું સામે આવ્યુ હતુ.