Satya Tv News

આ નવી ગાઇડલાઇન પર અશ્લીલ ભાષા અને ગાળને વૈકલ્પિક માધ્યમોથી દર્શાવવાના આદેશ આપવામાં આવશે. OTT પર અત્યારે કોઇપણ પ્રતિબંધ વિના અશ્લીલ દ્રશ્યો બતાવવામાં આવે છે. આ ગાઇડલાઇન્સમાં ગાળ દરમિયાન તેને બીપ કરવા, અશ્લીલ દ્રશ્યોને બ્લર કરવાના આદેશ હશે. માનવામાં આવે છે કે ડાયલૉગ દરમિયાન ગાળનું દ્રષ્ટ જરૂરી હોય તો શબ્દોને તોડી મરોડીને બતાવવાની વાત હોઇ શકે છે. કપડા બદલવા અથવા અતરંગ સંબંધો ધરાવતા દ્રશ્યોને અન્ય વિકલ્પ શોધવાના આદેશ આપવામાં આવી શકે છે.ઓટીટી કન્ટેન્ટ અને પ્લેટફોર્મ પર સૂચના અને પ્રસારણ મંત્રાલય નજર રાખશે.ઓટીટી સિરીઝ પર નિર્માતાઓએ સેન્સર બોર્ડ અને મંત્રાલયને એફિડેવિટ સબમિટ કરવી પડશે.

error: