નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે. બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા ગુજરાતમાં આક્રોશ છે. પીડિતા આણંદ વિદ્યાનગરમાં કોલેજના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે અને મુળ સુરત જિલ્લાની રહેવાસી છે. હાલ તે કોલેજમાંથી પોતાના ઘરે પરત આવી હતી અને આ ઘટના બની છે.
સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં રાત્રિના સમયે એક સગીરા તેના મિત્ર સાથે ઊભી હતી. આ દરમિયાન 3 નરાધમોએ આવી તેના મિત્રને માર મારી ભગાડી નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ પૈકી એક શખસે દુષ્કર્મ આચર્યું હતું. અન્ય બે શખસોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે.