Satya Tv News

ભારતીય A ટીમ ઇમર્જિંગ એશિયા કપ 2024માં સતત 3 મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર સેમિફાઈનલ પર છે.તિલક વર્માની કેપ્ટનશીપમાં ભારત એ ઈમર્જિંગ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્રીજી મેચમાં ભારતીય ટીમે ઓમાનને હાર આપી છે. સેમીફાઈનલમાં હવે ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે.આ પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને રોમાંચક અંદાજમાં 7 રનથી હરાવ્યું હતુ. ત્યારબાદ બીજી મેચમાં યુએઈને 7 વિકેટથી હરાવ્યું હતુ.ભારતીય ટીમ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો સામનો અફઘાનિસ્તાન સામે 25 ઓક્ટોબરથી થશે. અફઘાનિસ્તાનની ટીમે ગ્રુપ એમાં 3માંથી 2 મેચ જીતી છે અને બીજા સ્થાને રહી હતી.

ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપની પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમો ટકરાશે.આ મેચ 25 ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યાથી અલ અમીરાતમાં રમાશે, જ્યારે તે જ દિવસે બીજી સેમિફાઇનલમાં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો (IND vs PAK) એ જ સ્થળે ટકરાશે.

error: