ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કેબક બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતુસની ચોરી કરનાર યુવાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દેવગઢબારીયા ખાતે રહેતા નીલ સોની રવિવારના રોજ ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેબલ બ્રિજના ટોલનાકા પાસે તેઓએ તેમની કાર ઉભી રાખી કોઈ કામ અર્થે ગયા હતા આ સમયે તેમની કારના ડેસબોર્ડ પર સ્વ રક્ષણ માટે મુકેલ લાયસન્સ વાળી પિસ્તોલ અને કારતુસની અજાણ્યો ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ માટે ફરિયાદ નોંધાવી હતી. આ બાદ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે તપાસ હાથ ધરતા તેઓને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે માંડવા ગામ નજીક આવેલ સાંઈવાટિકા સોસાયટીમાં દરોડા પાડતા મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી પ્રિન્સ રાય નામના યુવાનના મકાનમાંથી પિસ્તોલ અને છ નંગ કારતુસ મળી આવ્યા હતા.આથી પોલીસે યુવાન સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ફરિયાદી સરદાર બીજના ટોલનાકા પાસે ગાડી પાર્ક કરી કામ અર્થે ગયા હોય કારનો કારનો દરવાજો ખુલ્લો જ હતો તે દરમિયાન નજર ચૂકવી યુવાને ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.આ મામલાની વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.