Satya Tv News

આજથી લગ્નગાળો શરૂ થઈ ગયો છે. ત્યારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેથી લગ્ન માટે જો સોના-ચાંદીના ઘરેણા ખરીદી કરવી હોય તો આજો સારો અવસર છે. ત્યારે જાણીએ રાજકોટ અને અમદાવાદમાં સોના-ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે.? રાજકોટમાં સોના-ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ 75 હજાર 170 રૂપિયા છે. જ્યારે ચાંદીના ભાવ આજે 90 હજાર 330 રૂપિયા નોંધાયો છે.અમદાવાદના આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાનો ભાવ 77 હજાર 290 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 91 હજાર રૂપિયા નોંધાયો છે.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે. જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે.22 કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

error: