ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડોલર ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.અમેરિકાના પ્રોસિક્યુટર્સ (સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સિનિયર અધિકારીઓએ રિન્યુઅલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલાવામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં 2000 અબજ ડોલરથી વધુનો નફો થવાની આશા હતી. જોકે સમગ્ર આરોપ મામલે અદાણી ગ્રુપ તરફથી અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.
અમેરિકાના પ્રોસિક્યુટર્સ (સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સિનિયર અધિકારીઓએ રિન્યુઅલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલાવામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં 2000 ( બે હજાર ) અબજ ડોલરથી વધુનો નફો થવાની આશા હતી. જોકે સમગ્ર આરોપ મામલે અદાણી ગ્રુપ તરફથી અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી. આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આટલું જ નહીં રૉયટર્સનો દાવો છે કે ગૌતમ અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ કેસમાં સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દિપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.