
વાયદા બજાર MCX ની વાત કરીએ તો મંગળવારે સોનું 0.02 ટકા કે 17 રૂપિયાના ઘટાડા સાથે 75,294 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું જે ગત કારોબારી સત્રમાં 75,311 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદી મંગળવારે હળવી તેજી સાથે 262 રૂપિયા કે 0.30 ટકાના વધારા સાથે 87,961 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર ટ્રેડ થતી જોવા મળી જે ગત કારોબારી સત્રમાં 87,699 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,630 રૂપિયા તૂટીને 75,451 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જે કાલે 77,081 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 1,345 રૂપિયા ગગડીને 88,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી, જે કાલે 89,445 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી.