ગોઠડા ગામમાં ચૌહાણ વગામા રહેતો આફતાબ ઉર્ફે બોડો સઇદ ચૌહાણ મોડી રાત્રે સગીરને પોતાની બાઈક ઉપર ચોરપુરા ગામની સીમમાં લઈ ગયો હતો. જ્યાં તેનું મોઢું દબાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યા બાદ આરોપીએ આ બાબતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, ઘરે આવેલા સગીરે આફતાબે આચરેલા કૃત્ય અંગેની જાણ પરિવારજનોને કરતા પરિવારે સાવલી પોલીસ મથકમાં આફતાબ ઉર્ફ બોડો ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.સાવલી પોલીસ મથકના પી.એસ.આઇ ડી. જે. લીંબોલાએ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. સાવલી પંથકમાં બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી મૂકી છે. આરોપીની ધરપકડ બાદ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.