અંકલેશ્વરની સરકારી સ્કુલની વિદ્યાર્થીની ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. ત્યારે ટૂંક સમયમાં તે BCCIની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે. અંકલેશ્વરના અંદાડા જ્ઞાનદીપ અનુપ કુવરબા સ્કુલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં બી.સી.સી.આઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે. ઉપાસના પટવર્ધન GCAની Under -15 વુમેન્સ ટીમ માટે પસંદગી પામી છે. ઉપાસના છેલ્લા ચાર વર્ષથી અંકલેશ્વર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આવેલ ભરૂચ ક્રિકેટ એસોસિયેશનનાની GCA કોચિંગ એકેડમીમાં તાલીમ મેળવી રહી છે. ઉપાસના પટવર્ધન ઓલરાઉન્ડર છે.
ઉપાસના GCAની અંડર 15 ટીમ સાથે છત્તીસગઢનાં રાયપુરમાં રમાયેલ BCCIની Under 15 વિમેન્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ઉપાસના પટવર્ધન નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ ધરાવે છે. તેના માતા-પિતા બોડી બિલ્ડીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે ત્યારે તે વર્ષ 2019થી ક્રિકેટ રમી રહી છે. વહેલી સવારે ઉઠી પ્રેક્ટિસમાં જવાનું ત્યારબાદ અભ્યાસ કરવોએ તેની દિનચર્યા બની ગઈ હતી. ત્યારે સરકારી શાળાની વિદ્યાર્થીનીએ આકરી મહેનતના અંતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉપાસનાએ આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વતી રમવું છે અને તેના પસંદગીના ખેલાડી સ્મૃતિ મંધાના છે.