Satya Tv News

ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા છે, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યારસુધીમાં ડો. રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે. આ કેસમાં ડો. રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે.બોગસ મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ રશેષ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે. રશેષ ગુજરાતીની નિમણૂંક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા રશેષ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. રશેષ ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટરો તૈયાર કરતો હતો. રશેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો પૂરાવો સામે આવ્યો છે.

ડો. રસેશ ગુજરાતી પહેલેથી જ કાયદા તોડવામાં માહેર છે. સાત વર્ષ અગાઉ 2017માં રશેષ સામે ગંભીર કેસ નોંધાયો હતો. વયસ્ક સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો. જે માટે તે જેલની હવા પણ ખાઈ આવ્યો છે. કાયદાના લીરે લીરા કરીને ગર્ભપાત કરાવ્યો હતો. જેલથી બહાર આવ્યા બાદ પણ રશેષ સતત ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલો રહ્યો હતો. ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર અને પોતાને ડોક્ટર તરીકે રજૂ કરનાર ડો. રશેષ હાલ પાંડેસરા પોલીસ સકંજામાં છે.

નકલી વેબસાઇટ શરૂ કરીને ગુજરાતમાં 1200 લોકોને નકલી ડિગ્રી આપી હતી. પ્રત્યેક વ્યક્તિ પાસેથી રૂ.70,000થી રૂ.80,000 વસૂલવામાં આવ્યા હતા. કોઈ તાલીમ કે દવાઓના જ્ઞાન વિના માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ આપીને લોકોને ઠગવામાં આવતા હતા. તે માત્ર નકલી ડિગ્રી જ આપતો ન હતો, પરંતુ ત્યારબાદ રજીસ્ટ્રેશન અને રિન્યુઅલના નામે દર મહિને રૂ 5,000 અને વર્ષમાં એક વખત રૂ 5,000 વસૂલી લેતો હતો. જે લોકો આ ફી આપતા ન હતા, તેમને બ્લેકમેલ કરવા માટે તેણે એક વ્યૂહ રચેલો હતો. અમદાવાદમાં રહેતા ડૉ. બી. કે. રાવતના નામે નોટિસ મોકલાવીને તે ડર પેદા કરતો હતો. તે માટે તેણે ઇરફાન અને તાજેતરમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપાયેલા નકલી ડોક્ટર શોભિત સિંહને વસૂલી માટે રાખ્યા હતા. રસેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે.

error: