Satya Tv News

શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024 સોનું આજે ફરી સસ્તું થયું છે. સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાએ લોકોન ખુશ કરી દીધા છે. સારી વાત એ છે કે 24 કેરેટ સોનાનો ભાવ 77,100 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જો તમારા ઘરમાં લગ્ન છે તો આ એક રાહતના સમાચાર છે કારણ કે તમે બજેટમાં સોનાના દાગીના ખરીદી શકશો.આજે 20 ડિસેમ્બરે 10 ગ્રામ સોનાની કિંમતમાં 750 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 750 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 700 રૂપિયા સસ્તો થયો છે.ત્યારે બીજી તરફ દેશમાં એક કિલો ચાંદીની કિંમત રૂ. 91,500 પર ટ્રેડ થઈ રહી છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.92,500 હતો. ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે.

error: