ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલી કે, દઢાલ ગામના ખાડી ફળિયામાં આવેલી ચુડેલમાતાની ડેરી પાસે ખુલ્લી જગ્યામાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમાડે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગામના જુગારી સાજીદ એહમદભાઇ શાહ, ફતેસીંગ સુકાભાઇ વસાવા અને અર્જુન માનસીંગભાઇ વસાવા તેમજ ડાહ્યા ચીમનભાઇ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.