સુરતમાં વધુ એક નવજાત બાળકીને ત્યજી દેવાયાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં મળસ્કે કોઈ પોતાનું પાપ છુપાવવા ખાડી કિનારે નવજાતને ત્યજીને નાસી ગયું હતું. જેથી મળસ્કે પક્ષીઓના ઝુંડના કલકલાટથી લોકો દોડીને ગયા હતાં. જઈને જોયું તો નવજાત બાળકી કચરામાં પડેલી દેખાઈ હતી. જેથી 100 નંબર પોલીસને જાણ કરીને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. એમ્બ્યુલન્સમાં બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જો કે, તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. આ બાળકીને ત્યજી દેનાર સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.