
82 વસ્તુઓ પરથી સેસ હટાવવામાં આવી
- મોબાઈલ ફોન સસ્તા થશે
- ચામડું સસ્તું થશે
- LED/LCD સસ્તા થશે
- ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે
- કેન્સરની દવાઓ સસ્તી થશે
- મેડિકલ ઉપકરણો સસ્તા થશે.
- વણકરો દ્વારા બનાવવામાં આવેલા કપડાં સસ્તા થશે.
-લિથિયમ બેટરી પર છૂટ, લિથિયમ આયર્ન બેટરી સસ્તી થશે. - 6 જીવન રક્ષક દવાઓ સસ્તી થશે.
- કેન્સરની સારવારની 36 દવાઓ સસ્તી થશે.
- મેડિકલ ઉપકરણો સસ્તા થશે.
- સેન્ટ્રલ કેવાયસી (KYC) રજિસ્ટ્રી બનાવવામાં આવશે.
- ટેક્સટાઈલ સેક્ટરમાં છૂટ મળશે.
- રાજ્ય ખનન સૂચકઆંક બનાવવામાં આવશે.
- ઝિંક જેવા 12 ખનીજ છૂટના દાયરામાં
- રાજ્યોને વિકાસ માટે 1.5 લાખ કરોડ
- ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે મોટી જાહેરાત. મોટા ટીવી સેટ મોંઘા થશે.
- પેન્સિલ, બેટરી પ્રોડક્ટ સસ્તા થશે.
- ઈવી બેટરી પર છૂટની જાહેરાત, ઈવી બેટરી ઉત્પાદન પર છૂટ અપાશે.
*વીમા સેક્ટરમાં એફડીઆઈ વધારવામાં આવી. હવે 75 ટકાની જગ્યાએ 100 ટકા એફડીઆઈ.
*આકવેરા પર મોટી જાહેરાત કરવામાં આવી છે. આવતા અઠવાડિયે આવકવેરા બિલ લાવવામાં આવશે.
*બજેટની શરૂઆતમાં જ નાણામંત્રીએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી. આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે હવે 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધીની લિમિટ કરવામાં આવી છે. જ્યારે ધન ધાન્ય યોજના હેઠળ ઓછા ઉપજવાળા 100 જિલ્લા તેમાં સામેલ કરવામાં આવશે. તેનાથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
- બિહાર માટે અનેક મહત્વની જાહેરાતો
- બિહારમાં મખાના બોર્ડ બનશે જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે.
- 120 નવા એરપોર્ટને ઉડાણ યોજના સાથે જોડવામાં આવશે.
- બિહાર માટે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટની જાહેરાત
- પ્રાઈવેટ સેક્ટરમાં પીએમ ગતિ શક્તિ સ્કીમ
- મુદ્રા લોન પર હોમ સ્ટે. હોમ સ્ટે બનાવવા માટે મળશે મુદ્રા લોન
- પટણા એરપોર્ટ, બિહટા એરપર્ટનો વિસ્તાર કરાશે.