માતા પિતાની બેદરકારીના કારણે ઘણી વાર વિચાર્યા ન હોય તેવા પરિણામોનો સામનો કરવાની વારી આવતી હોય છે. ત્યારે આવો કિસ્સો તાજેતરમાં સુરતમાં સર્જાયો હતો. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
સુરતના બેસ્તાન વિસ્તારમાં મજૂરી કામ માટે ગયેલા એક પરિવારમાં દુઃખદ ઘટના બની હતી. દોઢ વર્ષી માસુમ બાળકી રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાઈ ગઈ હતી. આ ઘટનાને જોઈને તત્કાલીક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી આ સીરિયસ ઘટનામાં, ટૂંકી સારવાર બાદ બાળકીનું દુઃખદ મૃત્યુ થયું હતું. બાળકીની લાશને પીએમ માટે મોકલવામાં આવી હતી.બેસ્તાન પોલીસોએ વધુ તપાસ શરૂ કરી છે અને આ દુઃખદ ઘટનાની તપાસ ચાલુ છે.