અંકલેશ્વર નેશનલ હાઇવે પર ધામરોડ પાટીયા પાસે આજે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત મીના હોટલ પાસે થયો હતો, જે બાદથી ટ્રાફિકમાં અવરોધ આવી ગયો.
વિડિઓ જર્નલિસ્ટ ધર્મન્દ્ર પ્રસાદ સાથે કરણ સિંહ સત્યા ટીવી અંકલેશ્વર