Satya Tv News

સુરતના રેલવે સ્ટેશન પર વૃદ્ધ ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા. જેમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જે બાદ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતા આસપાસના લોકો અને જીઆરપી જવાને વૃદ્ધને બચાવ્યા હતા.ઇન્દોર એક્સપ્રેસમાં ચઢતા સમયે વૃદ્ધનો પગ લપસી જતા આ ઘટના સર્જાઇ હતી. જેમાં સમય સુચકતા દાખવી GRP જવાને વૃદ્ધને બચાવ્યા હતા. અને વૃદ્ધને ચાલુ ટ્રેન વચ્ચે ખેંચીને બહાર કાઢ્યા હતા. જેના કારણે વૃદ્ધનો જીવ બચી જવા પામ્યો હતો. ત્યારે રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

error: