Satya Tv News

અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણા ચોરી ઝડપાઈ છે. એરપોર્ટ પર 7 કરોડના હીરા પકડાયા છે. DRIનું અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારે કરોડાના હીરા ઝડપાયા હતા. DRIએ અમદાવાદથી વિયેતનામ જતા વ્યક્તિની ધરપકડ કરી છે. DRIએ ડાયમેડના 2 પેકેટ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ગુપ્ત ભાગે હીરા સંતાડ્યા હોવાનું સામે આવ્યું હતુ. હીરા બજારમાં મંદીના કારણે તસ્કરી તરફ આરોપી વળ્યો હતો. આરોપીને વિયેતનામની ટ્રિપ અને 20 હજારની ઓફર મળી હતી. 20 હજારની લાલચમાં હીરાની તસ્કરી કરવા જતો હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં અન્ય એક આરોપીનું પણ નામ સામે આવ્યું છે. બીજા આરોપી પાસેથી પણ 3.5 કરોડનો હીરો મળી આવ્યો છે. DRIએ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: