પરસ્પર વિવાદને કારણે બંને પક્ષે ગોળીબાર થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ નવગછિયા પોલીસે જણાવ્યું હતું કે પાણીના વિવાદમાં બે ભાઈઓ વિશ્વજીત અને જયજીત વચ્ચે ગોળીબાર થયો હતો. જગતપુર ગામમાં આ ઘટના ઘટી હતી. જેમા પાણીના કારણે આ ઝઘડો સર્જાયો હતો.આ ઘટનામાં ગોળી વાગવાથી વિશ્વજીતનું મોત થયું હતું, જયારે જયજીત અને તેની માતા જીવિત છે. બંનેને ભાગલપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક વિશ્વજીત અને જયજીત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના ભત્રીજા છે. હાલ જયજીતની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.