Satya Tv News

ભરૂચ 108 ના કર્મીઓ એ પોતે નોકરી પર હાજર રહી અને તહેવારો ની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે.

Covid-19 ની મહામારી વચ્ચે પણ નાગરિકો માં દિવાળી ના તેહવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે 108 ઇમર્જન્સી સેવાના કર્મીઓ દ્વારા ભરૂચ જિલ્લાના નાગરિકો ને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી છે. તેમજ કોઈ પણ સમયે 24/7 કોઈ પણ ઇમર્જન્સી ને ઝડપ થી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બુઅલન્સ ભરૂચની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસો માં અકસ્માત ના તેમજ અન્ય ઇમર્જન્સી કેસો માં નોંધ પાત્ર વધારો થાય છે. તેમાં પોહચી વડવા ભરૂચ 108 ના કર્મીઓ એ પોતે નોકરી પર હાજર રહી અને તહેવારો ની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે.

ભરૂચ જિલ્લા ના બધાજ નાગરિકો પોતાના વ્હાલાઓ સાથે હર્ષોલ્લાસ થી તહેવારો ની મોજ માની શકે તે માટે 108 ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી પધ્ધતિથી પોતાના પરિવાર સાથે ઉજવણી માં સામેલ થશે. ખરેખર 108 ના કર્મીઓ તેમજ પોલીસ તેમજ હોસ્પિટલના કર્મીઓને સો સો સલામ કે જેઓ મહામારી હોય કે તહેવારો પોતાના ઘરે થી દૂર રહી નાગરિકો માટે ખાડે પગે રહે છે. 108 ની ટીમ દ્વારા દિવાળીના તહેવારોમાં ઇમર્જન્સી ને પોહચી વડવા અને 24/7 ખડે પગે રહેવા પુરી તૈયારીઓ કરી લીધી છે.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: