Satya Tv News

દેડીયાપાડા ફટાકડા એશોસિયેશને ગેરકાયદેસર ફતાકડા વેચાણ કર્તા વેપારીઓ સામે મામલતદારને આવેદન આપી તેમનો ગેરકાયદેસર વેપલો રોકવા માંગ કરી છે.

દેડીયાપાડા ગ્રામ પંચાયત ના કમ્પાઉન્ડ માં ૩૨ દુકાન ધારકો ફટાકડા નું હંગામી લાયન્સ કઢાવી અને ગ્રામ પંચાયત ના ભાડા સહિત નો ખર્ચ કરી અને ફટાકડા નો કાયદેસર વેચાણ કરે છે.જેની સામે ડેડિયાપાડા ના અલગ અલગ વિસ્તાર જેવા કે મોઝદા રોડ, ચાર રસ્તા, લીમડા ચોક જેવા ગીચ વસ્તી ધરાવતા બજારમાં ગેર કાયદેસર રીતે લાયસન્સ વિના વેપાર કરતા વેપારીઓ નો રાફડો ફાટ્યો છે. જેના કારણે લાયસન્સ ધારકો ને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડે એમ છે અને મંદી નો માહોલ જોવા મળ્યો છે. જે અનુસંધાને મામલદાર કચેરી ખાતે ફટાકડા એસોસિએશન ના વેપારીઓ દ્વારા આવેદનપત્ર પાઠઈ આવા વેપારીઓને ઉર કરવા માંગ કરવામાં આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ: સર્જન વસાવા,સત્યા ટીવી,દેડીયાપાડા

error: