Satya Tv News

વાલિયા તાલુકાના ડણસોલી ગામે લીમડા ફળીયામાં ભરૂચ એલ.સી.બી.એ દરોડા પડી બુટલેગર સહિત મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ દિવાળી તહેવારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રોહિબિશન જુગારની દ્રાઈવમાં વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે વાલિયા તાલુકાના ડણસોલી ગામના લીમડી ફળિયામાં રહેતા બુટલેગર પંકજ ઉર્ફે કાળું દિલીપ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા.

પોલીસે ઘરની પાસે જમીનમાં બનાવેલ ભોંયરામાંથી વિદેશી દારૂની 921 નંગ બોટલ કબ્જે કરી હતી અને 95 હજારનો વિદેશી દારૂ અને એક મોબાઈલ ફોન મળી કુલ 97 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર પંકજ ઉર્ફે કાળું દિલીપ વસાવાને ઝડપી પાડી તેને વાલિયા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયોજર્નાલિસ્ટ : સંજયવસાવા,સત્યા ટીવી,વાલિયા

error: