Satya Tv News

વાલિયા ગામના મુખ્ય બજારમાં આવેલ અનાજ કરીયાણાની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાલિયા ગામના મુખ્ય બજારમાં આવેલ અમર મેડિકલ સ્ટોરના ખાંચામાં આવેલ અનાજ કરીયાણાની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આ આગને પગલે બજારમાં નાસભાગ મચી જવા પામી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દુકાનમાં મુકેલ સામાનમાં આગ પ્રસરી જતા સામાન આગ વધુ વિકરાળ બની હતી.આ આગની ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને પાણી છંટકાવ શરૂ કરી ભારે જહેમતે આગ ઓલવી હતી.આ આગની ઘટનાને પગલે બજારમાં ભારે ભીડ જોવા મળી હતી.જો કે આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

પરંતુ આગને પગલે દુકાનમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સામી દિવાળીએ સામાન બળી જતા વેપારીને લાખોનું નુકશાન થયું હતું.પ્રાથમિક તબક્કે આ આગ દુકાનમાં શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા તાલુકામાં ફાયર સ્ટેશનની સુવિધા ન હોવાથી સમયસર આગ બુઝાવી શકાય નથી.ત્યારે વાલિયા ખાતે પણ ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે તો નેત્રંગ તાલુકા સાથે દેડીયાપાડા તાલુકાના લોકોને પણ આ સુવિધા આગની ઘટના સમયે મળે તેમ હોય તાકીદે પગલા લેવાય તે જરૂરી છે.

વિડીયોજર્નાલિસ્ટ : સંજયવસાવા,સત્યાટીવી,વાલિયા

error: