આજ રોજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંભેઠા ગામ માં હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા સાહબ ની દરગાહ શરીફ માં ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ ની એક અગત્ય ની પહેલી વાર ગુજરાત રાજ્ય માં મીટીંગ યોજવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંભેઠા ગામ માં હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા સાહબ ની દરગાહ શરીફ માં ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ ની એક અગત્ય ની પહેલી વાર ગુજરાત રાજ્ય માં મીટીંગ યોજવામાં આવી હતી.
આ મીટીંગ માં ખાસ મહેમાન તરીકે અજમેર શરીફ થી હઝરત સૈયદ જૈનુલઆબેદીન દીવાન સાહબ નાં સુપુત્ર અને ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ નાં ચેરમેન હઝરત સૈયેદ નસીરુદ્દીન બાવા સાહબ ઉપસ્થિત રહયા હતા અને આ મીટિંગ માં ગુજરાત રાજ્ય તેમજ ગુજરાત ની બહાર નાં બીજા રાજ્યો નાં પણ સૂફી સંતો ઉપસ્થિત રહયા હતા.
મીટિંગ માં દેશ ની શાંતિ તેમજ દરેક ધર્મનાં લોકોમાં ભાઈચારો બની રહે તેવી અનેક પ્રકાર ની ચર્ચા વિચારણા કરવા માં આવી હતી અને ભારત દેશ ની તમામ દરગાહ ની ખાનકા ને એક અગત્ય નું સ્થાન મળે એવી પણ ચર્ચા કરવામાં આવી હતી.આ મીટિંગ માં બાવા સાહબ એ મીડિયા સમક્ષ એમ પણ જણાવ્યું હતું કે દરગાહ ની ખાનકા ઓ માં હિન્દુ મુસ્લિમ તેમજ અનેક ધર્મ નાં લોકો આવે છે. કોઈ પણ ધર્મ માં નફરત ન ફેલાય અને ભાઈ ચારો અને મોહબ્બત બની રહે એવી એક સીધી સમજ આપવામાં આવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર