શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદ ના બુવાથી અંબાજી ના પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વીઑ: શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદ ના બુવાથી અંબાજી ના પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મોટી સંખ્યામાં પદયાત્રીઓ સાથે જમવા રહેવાની વ્યવસ્થા સાથે સેવાની તમામ સગવડ સાથે લઇ ગત રાત્રીના બુવાથી પદયાત્રા સંઘ અંબાજી જવા રવાના થયો હતો. જે શિવ શક્તિ પદયાત્રા સંઘ દ્વારા છેલ્લા 18 વર્ષથી પદયાત્રાનું આયોજન શિવ શક્તિ પદયાત્રા સંઘ બુવા દ્વારા કરવામાં આવે છે.
આ કાર્યમાં વધુમાં વધુ આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા અંબે માં ના ભક્તોને વધુ મા વધુ લાભ આપવામાં આવે છે. જે દર વર્ષે પદયાત્રા દરમિયાન ઘણા બધા યુવાનો વ્યસન મુક્તિ નો સંકલ્પ લઈ પોતાનું જીવન સુધારે છે. પદયાત્રામાં સહકાર આપનાર સૌ અંબે માં ના ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ: મોહમ્મદ ખત્રી સાથે ઇરફાન પટેલ,સત્યા ટીવી, આમોદ