Satya Tv News

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લેતાં સર્જાયેલ અકસ્માતમાં ૪ થી વધુને ઇજાઓ પહોંચી હતી.

અંકલેશ્વરના શેખ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા હતાં જે પરત આવી રહ્યા હતાં ત્યારે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લીધી હતી. જો કે અજાણ્યા વાહનનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં શેખ પરિવારના ચારથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી અક્સ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: