Satya Tv News

બીજી લહેર દરમિયાન ભારતમાં હાહાકાર મચાવનારા કોરોનાના કેસના આંકડા હવે ફરી ડરાવવા માંડ્યા છે.

દિવાળીના તહેવારોમાં ભીડ ભાડ બાદ ફરી એક વખત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વધ્યા છે અને સાથે સાથે 501 લોકોએ જીવ ગુમાવ્યા છે.સરકારની ચિંતા વધી રહી છે અને સાથે સાથે ગુજરાતમાં કેસ પણ વધી રહ્યા છે.

કેન્દ્રના સ્વાસ્થય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12516 કેસ સામે આવ્યા છે અને એ પછી કુલ કેસની સંખ્યા વધીને 3.44 કરોડને વટાવી ગઈ છે.જોકે એક્ટિવ કેસ ઓછા થઈને 1.37 લાખ થઈ ગયા છે.જે 267 દિવસમાં સૌથી ઓછા કેસ છે.

દરમિયાન ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેને લઈને પણ કેન્દ્ર સરકાર ચિંતામાં છે.ગુજરાતમાં 42 નવા કેસ નોંધાયા છે .ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તાજેતરમાં કોરોનાના નવા કેસની સંખ્યા 10થી નીચે પહોંચી ગઈ હતી પણ દિવાળીના તહેવારોની ઉજવણી અને ખરીદી માટે બજારમાં ભીડ બાદ કોરોનાના કેસ વધવા માંડ્યા હોવાથી ચિંતા વધી ગઈ છે.

error: