વાલિયાના માલજીપુરા ગામ ખાતે નવા વર્ષમાં ઝઘડિયા BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસીઓની જમીનો પચાવી પાડવાના રાજ્ય અને દેશમાં ચાલતા ષડયંત્રનો આક્ષેપ કરી ભાજપ સરકારના વલણ તેમજ વર્તન સામે ભારે નારાજગી ઠાલવી છે.
વાલિયાના માલજીપુરા ખાતે BTP સુપ્રીમો છોટુ વસાવાએ ફરી ભુમાફિયાઓ દ્વારા આદિવાસીઓની જમીન પચાવી પાડવાના ચાલતા ષડયંત્ર ઉપર ભાજપ સરકારના વર્તન,વલણ સામે રોષ ઠાલવ્યો છે.
વાલિયાના માલજીપુરા ગામ ખાતે નવા વર્ષમાં ઝઘડિયા BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસીઓની જમીનો પચાવી પાડવાના રાજ્ય અને દેશમાં ચાલતા ષડયંત્રનો આક્ષેપ કરી ભાજપ સરકારના વલણ તેમજ વર્તન સામે ભારે નારાજગી ઠાલવી છે.ગુજરાતમાં જ 9 થી 10 લાખ હેકટર આદિવાસીઓની જમીન અવેધ રીતે ભુમાફિયાઓએ પચાવી લીધી હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે. સરકારે પોલીસને આદિવાસીઓ ઉપર થતા અત્યાચાર અને જમીન પચાવી પડવાની ફરિયાદો નહિ લેવાનું જણાવી દીધું હોવાનું નિવેદન આપી કોર્ટ આવા મામલાઓમાં કમિશન બનાવી તપાસ સોંપે તેવી માંગ કરી છે.ગુજરાત અને દેશમાં જમીનો છીનવી લેવાના ચાલતા ષડયંત્રને ભાજપ સરકાર જ અનુમોદન આપતી હોવાનો સીધો જ આરોપ છોટુભાઈએ લગાવ્યો છે.
સાથે જ નેત્રંગમાં જ કેટલાક આદિવાસીઓની જમીન શકુર પઠાણે પડાવી હોવાના આક્ષેપ કરી પીડિતોને ન્યાય માટે તેઓએ માંગણી કરી છે. લેન્ડ ગ્રેબિંગની આદિવાસીઓની ફરિયાદ પોલીસ લેતી નથી અથવા લે છે તો કોઈ કાર્યવાહી કરતી નથી નો સુર પણ તેઓએ વ્યક્ત કર્યો છે.
વિડીયોજર્નાલિસ્ટ : સંજયવસાવા,સત્યાટીવી,વાલિયા