કિમ સહીત આસપાસની હોટેલમાં દિવાળીના 7 દિવસમાં આવી તેજી
રજાના 7 દિવસમાં હોટલ વ્યવસાયને તેજી મળતા હોટેલ માલિકોને ઉત્સાહ મળ્યો
હોટલોમાં ભારે ભીડ હોટલ વ્યવસાયમાં કોરોના બાદ ફરી તેજી જોવા મળી
દિવાળી બાદ રજાના છેલ્લા 7 દિવસમાં હોટલ વ્યવસાયને સારો વેગ મળતા હોટલો માં તેજી જયારે હોટલ માલિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે . દિવાળીના રજાના દિવસોમાં હોટલોમાં ભારે ભીડ હોટલ વ્યવસાયમાં કોરોના બાદ ફરી તેજી જોવા મળી છે.
ખાસ કરીને દિવાળીના તહેવાર બાદ રજાના દિવસો માં લોકો પરિવાર અને મહેમાન સાથે બહાર જમવા જવાનું પસંદ કરતા હોય છે.જોકે ગત વર્ષે કોરોના કાળ બાદ દિવાળી બાદ ફરી રાત્રી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું જેની અસર દિવાળીમાં સારા ધંધાની આસ લગાવી તૈયારીઓ કરી બેઠેલા હોટલ માલિકો પર પડી હતી પરંતુ વેકસીનેશન ની સાથે લોકો સલામતી અને સાવચેતી સાથે સરકારના અગમ ચેતીના ભાગરૂપે કોરોના કાબુમાં આવતા આ વર્ષે લોકોએ જાણે પાછલા વર્ષોનું વસુલ કરવાનું વિચાર્યું હોય એમ દિવાળીના દિવસથી જ લોકો ઉત્સાહ ના મૂળમાં દેખાઈ રહ્યા છે.ત્યારે લોકો પોતાના પરિવાર સાથે બહાર નીકળી સ્થાનિક હોટલમાં જમવાનો સ્વાદ માણતા સ્થાનિક હોટલોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જે અંગે ચલથાણ ખાતે આવેલ નેશનલ હાઈવે 48 પર આવેલી રાજસ્થાની થીમ પર બનેલી ચોખી ધાણીના સંચાલક મહેશભાઈ હીરા નંદાનીએ જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ દિવાળીના દિવસ થીજ તૈયારીઓ કરી હતી જોકે આ વખતે છેલ્લા 4 દિવસથી સારા એવા ગેસ્ટ હોટલમાં આવી રહ્યા છે
વિડીયો જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ