Satya Tv News

સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા જોકે મોટી સંખ્યા માં આવેલ જનમેદનીને સંભોધતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
કડોદરા ખાતે આવેલ અકળામુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો,જોકે કાર્યક્રમમાં હાજર ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આજ ના સંમેલનના જો સામેવાળા દ્રશ્યો જોશે તો આવનાર સમયમાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસમાંથી ટીકીટ માંગવાનું પણ માંડી વાડશે, આ પ્રકારનું સંમેલન યોજવા કોંગ્રેસ પાસે આગેવાન કે કાર્યકરો પણ હોવા જોઈએ તેઓના ઘર તો ખાલી થઈ ગયા છે, સાથે જ હાલ ચાલી રહેલ ખેડૂતોના મુદ્દે પણ કોંગ્રેસ જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોની જમીન પાણીના ભાવે પડાવી લીધી જ્યારે ભાજપે ખેડૂતોના પ્રશ્નને પોતાના પ્રશ્ન સમજી જમીન સંપાદન કરવાના બદલામાં કરોડો રૂપિયા ચૂકવ્યાનો દાવો પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યો હતો.

પ્રમુખ સી.આર પાટીલે અધિકારીઓને પણ મોંઘમમાં ઘણું બધું કહી દીધું હતું, આવનાર સમયમાં કોઈ પણ અધિકારી હોઈ તેઓના વિસ્તારના ધારાસભ્યનો નંબર ફરજીયાત ફોનમાં રાખવાનો રહેશે , અને ધરાસભ્યનો ફોન પણ ઉઠાવી ફરજિયાત કામ પણ કરવા જણાવ્યું હતું, તો બીજી તરફ સલમાન ખુરસિદે આર.એસ.એસની કામગીરી ને જે આઈ.એસ.આઈ.એસ સાથે સરખાવતું લખાણ છે તે મામલે પ્રશ્ન પૂછતાં સી.આર.પાટીલે દેશના લોકોની ભાવના સાથે કોંગ્રેસ રમત રમે છે જેથી કોંગ્રેસ નામશેષ થઈ ગયાનું જણાવ્યું હતું.

સ્નેહ મિલન સમારોહમાં સી.આર.પાટીલે કાર્યકરોનો જોશ બમણો કરવા કાર્યકરો પાસે સંકલ્પ પણ લેવડાવ્યો હતો, મારો જન્મ જીતવા માટે જ થયો છે અને ભાજપ ટીકીટ મને આપે કે પછી અન્ય કોઈ ને હું મારા પક્ષને જીતાડવા કટિબદ્ધ છું.

વિડીયો જર્નાલિસ્ટ :વિવેક રાઠોડ, સત્યા ટી.વી, કડોદરા

error: