અંકલેશ્વર આમલાખાડી બ્રીજ ઉપર એક એકટીવા અને બાઇક વ્હચ્ચે અકસ્માત સર્જાતા બંન્નેવ બાઇક ચાલકોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી.
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પિરામણ આમલાખાડી બ્રીજ ઉપર ગત રાતે એક એકટીવ અને બાઇક ઘડાકાભેર અથડતા અકસ્માત સર્જાયો હતો.આ અક્સ્માતના પગલે બાઇક તેમજ એકટીવાના ચાલકને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા ત્યાંથી પસાર થતાં લોકો એકત્રીત થયા હતા અને ઘાયલોને ૧૦૮ મારફતે સારવાર અર્થે રવાના કર્યા હતા. અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર