ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,229 નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,44,47,536 થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. આજે 11,926 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે જ્યારે 125 લોકોના મોત નીપજ્યા છે.
એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 1,34,096 થઇ છે. જે છેલ્લા 523 દિવસમાં સૌથી ઓછા કેસ છે. અત્યાર સુધીમાં કુલ 33,849,785 લોકો કોરોનાથી સાજા થયા છે. તે જ સમયે, કોરોનાથી અત્યાર સુધીમાં 463,655 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 30,20,119 લોકોએ રસી લીધી છે. અત્યાર સુધીમાં કુલ 1,12,34,30,478 લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ 98.26% છે, જે ગયા માર્ચ પછી સૌથી વધુ છે. દૈનિક પોઝિટીવિટી દર 1.12% છે જે છેલ્લા 42 દિવસથી 2 ટકાથી નીચે છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર 0.99% છે જે છેલ્લા 52 દિવસથી 0.99% છે.
રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 956 નવા કેસ, જમ્મુ અને કાશ્મીરમાં 174, તેલંગાણામાં 105 અને ગોવામાં 18 નવા કેસ નોંધાયા હતા. રવિવારે, તેલંગાણામાં કોવિડ -19 ના 105 નવા કેસ નોંધાયા, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 6.73 લાખ થઈ ગઈ. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરમાં કોરોના વાયરસના ચેપના 174 નવા કેસ આવ્યા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 3,34,180 થઈ ગઈ છે. તે જ સમયે, વધુ બે દર્દીઓના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 4,450 થયો છે.
સુરતમાં રવિવારે એક જ પરિવારના પાંચ વ્યક્તિ કોરોના સંક્રમિત થતાં ખળભળાટ મચ્યો હતો અને તંત્ર એક્શનમાં આવી ગયું છે. 3 વર્ષના ટ્વીન્સ બાળકો સહિત પાંચ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, પાંચેય લોકોને કોરોનાના લક્ષણો કોઈ પણ નથી, પરંતુ તેમણે વેકસીનના બન્ને ડોઝ લીધા છે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે રાંદેર ઝોનમાં જ સાત પોઝિટિવ કેસ નોંધાયા હતાં. પરંતુ સારી વાત એ છે કે અન્ય સાત ઝોનમાં એક પણ કેસ નોંધાયો નથી. સુરતના અડાજણમાં પવિત્રા રો-હાઉસમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યો શનિવારે કોવિડ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે, ત્યારબાદ પાલ સીમંધર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના પિતા-પુત્રનો કોરોના રિપાર્ટ પોઝિટીવ આવ્યો હતો. પાલિકા આરોગ્ય વિભાગે બન્ને વિસ્તારોને કોરોના કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.