Satya Tv News

ભરૂચ સ્થિત મુન્શી આઇ. ટી. આઈ. ખાતે સ્પોર્ટ વિકની ઉજવણી કરાઇ હતી. અને ફાઇનલ મેચમાં વિજેતા બનનારને ટ્રોફી પણ આપવામાં આવી હતી

સ્પોર્ટ વિકની ઉજવણીના ભાગ રૂપે ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ તથા સલીમભાઈ અમદાવાદી કારોબારી સભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો, કાર્યક્રમની શરૂઆતમાં આઇ.ટી.આઇ.ના આચાર્ય આરીફ પટેલ દ્વારા સંપૂર્ણ આયોજનની માહિતી આપી હતી. ઉદ્ઘાટનમાં આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓ તથા શુભેચ્છકો હાજર રહ્યા હતા. ફાઇનલ મેચમાં વિજેતા બનનાર તથા રનર અપ ટીમની સાથે મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરિઝની ટ્રોફી પણ વિજેતાઓને અર્પણ કરવામાં આવશે.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત સત્યા ટીવી, ભરૂચ

error: