Satya Tv News

અકલેશ્વર નેશનલ હાઇવે પર નવજીવન હોટલની બાજુમાં આવેલા શોપિંગ સ્થિત ખાનગી બેંકનું આખે આખુ ATM લઇને તસ્કરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

YouTube player

રાજ્યભરમાં ચોરીની ઘટનાઓ વધી રહીં છે, તસ્કરોને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. અંકલેશ્વર નેશનલ હાઇવે પર નવજીવન હોટલની બાજુમાં આવેલા શોપિંગ સ્થિત ખાનગી બેંકનું આખે આખુ ATM લઇને તસ્કરો ફરાર થઇ ગયાં છે.અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર આવેલી નવજીવન હોટલની બાજુમાં આવેલા શોપિંગમાં ખાનગી બેંકનું ATM સેન્ટર આવેલું છે. જે ATM સેન્ટરને રાતના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ ATMમાં તોડફોડ કરી આખે આખું મશીન ઉઠાવી ફરાર થઈ ગયા હતા.તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને તાલુકા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: