Satya Tv News

વાલીયા નેત્રંગ રોડ ઉપર ચમારિયા ગામના પાટિયા નજીક માર્ગ પર જાનવર આવી જતાં પિક અપ વાન વૃક્ષ બાદ પલટી જતા મધ્યપ્રદેશના 9 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી

મધ્યપ્રદેશના નેવાલી તાલુકાના જામનીયા ગામના રોવિન સોનારિયા બોલડે અન્ય 17થી વધુ શ્રમિકો સાથે મહિન્દ્રા પિક અપ ગાડી નંબર-MP-10.G-3141માં સવાર થઈ મધ્યપ્રદેશથી જંબુસર ખાતે ઈટોના ભઠ્ઠા પર જઈ રહ્યા હતા જે દરમીયાન વાલીયા-નેત્રંગ રોડ ઉપર આવેલ ચમારિયા ગામના પાટિયા પાસે માર્ગ ઉપર જાનવર આવી જતા તેને બચાવવા જતાં પિક અપ વાન ઝાડ બાદ માર્ગ પર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા 15થી વધુ લોકોને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે પ્રથમ વાલીયા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં 9 લોકોની હાલત ગંભીર જણાતા તેઓને 108 મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અક્સ્માત અંગે વાલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: