Satya Tv News

46 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા સરોગસીની મદદથી જોડિયા બાળકોની માતા બની છે. પ્રીટિએ સો.મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યા હતા. પ્રીટિએ પતિ સાથેની તસવીર શૅર કરીને આ વાત કહી હતી. પ્રીટિને દીકરી જિયા તથા દીકરો જય છે.

31 જાન્યુઆરી, 1975ના હિમાચલ પ્રદેશના શિમલામાં જન્મેલી પ્રીટિએ બોલિવૂડ ઉપરાંત તેલુગુ, પંજાબી અને અંગ્રેજી ફિલ્મ્સમાં કામ કર્યું છે. લિરિલ સાબુની એક એડમાં પ્રીટિ જોવા મળી હતી. ત્યારબાદ પ્રીટિએ પોતાના ફિલ્મી કરિયરનો પ્રારંભ ‘દિલ સે’થી કર્યો હતો. તે પછી તેણે ‘સોલ્જર’, ‘ક્યા કહના’, ‘મિશન કાશ્મીર’, ‘હર દિલ જો પ્યાર કરેગા’, ‘યે રાસ્તે હૈ પ્યાર કે’, ‘કલ હો ના હો’, ‘કોઈ મિલ ગયા’, ‘ચોરી-ચોરી ચુપકે-ચુપકે’, ‘સલામ નમસ્તે’, ‘વીર-જારા’, ‘જાનેમન’, ‘ઈશ્ક ઈન પેરિસ’, ‘કભી અલવિદા ના કહના’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. પ્રીટિની છેલ્લી ફિલ્મ 2018માં આવેલી ‘ભૈયાજી સુપરહિટ’ હતી.

જ્યારે પતિ-પત્ની કોઈ કારણોસર બાળકને જન્મ ના આપી શકે ત્યારે સરોગસીની મદદ લેવામાં આવતી હોય છે. આમાં કોઈ સ્વસ્થ મહિલા અન્ય યુગલના બાળકને જન્મ આપે છે. આવી માતાને સરોગેટ માતા કહેવાય છે. આ આખી પ્રક્રિયા નાણાકીય રીતે થતી હોય છે. આ પ્રક્રિયામાં સરોગેટ માતાનું શોષણ થતું હોવાનું ફરિયાદ અવાર-નવાર થતી હતી. આથી જ આખી સરોગસીની પ્રક્રિયાને કાયદાની મર્યાદામાં લાવવા કેન્દ્રિય કેબિનેટે ‘સરોગસી રેગ્યુલેશન બિલ 2020’ને મંજૂરી આપી હતી.

ભૂતકાળમાં શાહરુખ ખાન-ગૌરી, કરન જોહર, એકતા કપૂર, તુષાર કપૂર, શિલ્પા શેટ્ટી, આમિર ખાન, લિઝા રે તથા સની લિયોની જેવા સેલેબ્સ સરગોસીની મદદથી પેરેન્ટ્સ બન્યા હતા.

error: