અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9માં રૂપિયા 12 લાખના ખર્ચે રાધેપાર્ક સોસાયટીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. જોકે આ ખાતમુહૂર્ત પૂર્વ સહકાર મંત્રી ઈશ્વર પટેલનાઓને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ રજુઆત બાદ કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9 માં આવેલ રાધે પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગનું આજદીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાધે પાર્ક સહિત આસપાસની સોસાયટીના સ્થાનિકોને થઇ રહેલી હાલાકીના પગલે આખરે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂપિયા 12 લાખના ખર્ચે RCC રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જે મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી ચેરમેન સંદીપ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે સ્થાનિક રહીશોએ પડતી મુશ્કેલીઓને પગલે પૂર્વ સહકાર મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તેમજ અંકલેશ્વર નગરપાલિકામાં રજૂઆત કરી હતી.જે બાદ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
વિડીયો જર્નલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર