Satya Tv News

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારિયા ગામ નજીક આવેલ સુગર ફેકટરી પાસેની વણાંકમાં શેરડી ભરેલ ટ્રક પલટી જતાં દોડધામ મચી જવા પામી હતી

વહેલી સવારે ટ્રક નંબર-જી.જે.16.યુ.6840નો ચાલક વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારિયા ગામ નજીક આવેલ સુગર ફેકટરી પાસેની વણાંક નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેયરિંગ પર કાબૂ નહીં રહેતા ટ્રક માર્ગની બાજુમાં આવેલ ખાડામાં પલટી જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો જયારે શેરડીનો જથ્થો વેરણછેરણ થઈ ગયો હતો અકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળે સુગર ફેકટરીના કમ્પાઉન્ડથી નીકળતી શેરડી ભરેલ ટ્રકો પુરપાટ ઝડપે મુખ્ય માર્ગ ઉપર નીકળતી હોવાથી આ સ્થળે દિશા સૂચક બોર્ડ લગાવવા સાથે પાર્કિંગ સિગ્નલ મૂકવામાં આવે તે અત્યંત જરૂરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: