Satya Tv News

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરો દિનપ્રતિદિન પોલીસને પડકાર આપતા હોય તેમ લાગી રહ્યુ છે. જ્યા ચાર મકાનોમાં થયેલ ચોરીની શાહી હાજી શુંકાય નથી ત્યાં તો GIDCના ગણેશ પાર્ક 2માં ઘરફોડ ચોરીને અંજામ આપવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાના વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર જીઆઈડીસીમાં તસ્કરો બેફામ બનતા નજરે પડી રહ્યા છે. જેમાં પણ ખાસ કરીને GIDC પોલીસને પડકાર કરતા હોવાની વાતો પણ વહેતી થવા પામી છે. જ્યાં GIDCના ગણેશ પાર્ક 2માં 6 જેટલા તસ્કરો ચોરી કરવાના ઇરાદે ગયા હતા. પરંતુ સોસાયટીમાં કોઈક ઈસમ જાગી જઈ બુમાબુમ કરતા તસ્કરોને ઉભી પૂંછડિયે ભાગવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. સદનશીબે આ સોસાયટીમાં ચોરી થયાની કોઈ ઘટના પ્રકાશમાં નહિ આવતા પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામી ના હતી. પરંતુ તસ્કરોને ઉભી પૂંછડિયે ભાગતો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: