Satya Tv News

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને એશેજ સીરિઝ પહેલા કપ્તાનીમાંથી રાજીનામુ આપી દીધું છે. કાંગારૂ કેપ્ટન પર એક યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લાગેલો છે. 2017ના વર્ષમાં ટિમ પેને એક યુવતીને પોતાનો અશ્લીલ ફોટો મોકલ્યો હતો. તે સિવાય તેણે યુવતીને ગંદા મેસેજ પણ મોકલ્યા હતા.

સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા બાદ કાંગારૂ કેપ્ટને પોતાના પદેથી રાજીનામુ આપવું પડ્યું છે. તાજેતરમાં 17 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમાનારી એશેજ સીરિઝ માટે કાંગારૂ ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેના કેપ્ટન ટિમ પેન હતા. ટિમ પેન પર સેક્સટિંગ સ્કેન્ડલના આરોપો લાગ્યા બાદ તેમના બદલે પૈટ કમિંસને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ કમાન સોંપવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કૈમરૂન બેનક્રોફ્ટના બોલ ટેમ્પરિંગમાં ફસાયા ત્યાર બાદ સાફ સુથરી છબિ ધરાવતા ટિમ પેનને ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન બનાવવામાં આવેલો. તે ઓસ્ટ્રેલિયાનો 46મો ટેસ્ટ કેપ્ટન હતો. શુક્રવારે હોબાર્ટ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે કાંગારૂ ટીમની ટેસ્ટ કેપ્ટનશિપમાંથી રાજીનામુ આપી દીધું હતું. તેને માર્ચ 2018માં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે કહ્યું કે, ‘આજે હું ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે રાજીનામુ આપું છું, આ મારા માટે ખૂબ મુશ્કેલ નિર્ણય છે પરંતુ આ નિર્ણય મારા, મારા પરિવાર અને ક્રિકેટ માટે યોગ્ય છે.’

error: