Satya Tv News

વડોદરા જિલ્લાના શિનોર ગામે પગે ચાલવાની હિંમત સુધ્ધા નહિ ધરાવતાં અને મોટા ફોફળિયા ખાતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં સંચાલક નું રાજીનામું 5 વર્ષનો સમય વીતવા છતાં નહિ સ્વીકારાતા,શિનોર મામલતદાર કચેરી ના લોલમ પોલ વહીવટ ની પોલ સપાટી પર આવતાં પૂરવઠા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

વડોદરા જિલ્લાના તાલુકા મથક શિનોર ખાતે રહેતાં અશોકચંદ્ર ચંદ્રકાન્ત શાહ,મોટા ફોફળિયા ગામે સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાન ના સંચાલક હતાં.5 વર્ષ અગાઉ તેઓની નાદુરસ્ત તબિયત ના કારણે થોડો સમય રિક્ષા મારફત શિનોર થી મોટા ફોફળિયા જઇ દુકાન નું સંચાલન કર્યું.પરંતુ તેઓની તબિયત વધુ લથડતાં અને પગે ચાલવાની હિંમત સુધ્ધા નહિ રહેતાં તેઓએ તારીખ 29/11/2016 ના રોજ શિનોર મામલતદાર કચેરીમાં દુકાન સંચાલક પદેથી રાજીનામું આપ્યું હતું.આ રાજીનામું આપ્યાં ને બે વર્ષનો સમય વીત્યો છે.તેમજ ડિસેમ્બર 2018 માં તેઓની દુકાન અંગેના લાયસન્સ ની મુદત પુરી થનાર હોય પોતે લાયસન્સ રીન્યુ કરાવવાના નથી તેવું લેખિતમાં તારીખ 24/12/2018 ના રોજ આપેલું છે.આજે આ વાતને એક અઠવાડિયા પછી 5 વર્ષ નો સમય પૂરો થશે તેમ છતાં આજદિન સુધી સંચાલક અશોકચંદ્ર શાહ ને છુટા કરાયાં નથી.જે બાબતે આજે તેઓએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી.

આ સંચાલક નું લાયસન્સ ડિસેમ્બર 2018 માં પૂર્ણ થઈ ગયેલ છે.અને સંચાલકે લાયસન્સ રીન્યુ કરાવેલ નથી.તો હાલમાં મોટા ફોફળિયા ગામે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન કયા આધારે ચાલી રહી છે ? પગે ચાલવાની હિંમત સુધ્ધા નહિ ધરાવતાં દુકાન સંચાલક ને આજદિન સુધી કયા કારણ થી નથી દુર કરાયાં ? જેવા અનેક સવાલો શિનોર પુરવઠા તંત્ર સામે ઉઠવા પામ્યાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ શિનોર તાલુકામાં સરકાર માન્ય વ્યાજબી ભાવની કુલ 30 દુકાનો આવેલી છે.જે પૈકી 10 જેટલી દુકાનો હવાલા થી ચાલી રહી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતાં મૂળ સંચાલક સિવાયના અન્ય વ્યક્તિને સરકારી ગોડાઉન માંથી જથ્થો કેવી રીતે અને કોના નામે ફળવાય છે ? તેમજ ક્યારેક કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો જવાબદાર કોણ ? જિલ્લા પૂરવઠા તંત્ર ના ઇન્સ્પેક્ટરો પણ સમયાંતરે વિઝીટ કરતાં હોય છે.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સત્યા ટીવી શિનોર

error: