Satya Tv News

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર અંસાર માર્કેટ પાસે વડોદરા કાપડની ડિલિવરી કરવા જઇ રહેલ ટ્રેલરના મોડી રાતે અચાનક આગ લગતા ભાગદોડ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર અંસાર માર્કેટ પાસે ટ્રેલર નંબર GJ 15 AT 9474માં રેડીમેડ કપડાનો માલ લઈને ચાલક આફતાફ આલમ વાપીથી વડોદરા ડિલિવરી આપવા જતા હતા. તે દરમ્યાન અચાનક ગાડીમાં આગ લગતા ચાલક ગભરાયને ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. જે ઘટનાની જાણ સ્થનિકોએ ફાયર વિભાગને કરતા ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ ડ્રાઈવર આજદીને પરત ફરતા ગાડીમાંથી સરસમાન ગાડીમાંથી ખાલી કરેલ નજરે પડયો હતો. જોકે આગમાં ચાલકનો મોબાઈલ અને કપડાં પણ બળીને ખાખ થઇ ગયા હોવાનું કથન તેઓએ કર્યું હતુ. સદર ઘટના મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: